Judges 15:1 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
કેટલાક દિવસો પછી, ઘઉંની કાપણીના સમયમાં, સામસૂન એક લવારું લઈને પોતાની પત્નીની મુલાકાતે ગયો. તેણે પોતાને કહ્યું, "હું મારી પત્નીની ઓરડીમાં જઈશ." પણ તેના પિતાએ તેને અંદર જવાની પરવાનગી આપી નહિ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
થોડાએક સમય બાદ ઘઉંની કાપણીની મોસમમાં શિમશોન પોતાની પત્નીને મળવા ગયો. તે તેને માટે એક લવારું લઈ ગયો હતો. તેણે તેના પિતાને કહ્યું, “મારે મારી પત્નીના શયનખંડમાં જવું છે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હવે કેટલાક વખત પછી એમ બન્યું કે ઘૂઉંની કાપણીના દિવસોમાં, સામસૂન બકરીનું બચ્ચું લઈને પોતાની પત્નીની મુલાકાતે ગયો, તેણે કહ્યું, “હું ઓરડીમાં મારી પત્નીની પાસે જઈશ.” પણ તેના પિતાએ તેને અંદર જવા દીધો નહિ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
થોડા સમય પછી ધઉની કાપણીની ઋતુમાં સામસૂન પોતાની પત્નીને મળવા ગયો અને સાથે તેને માંટે એક લવારું લેતો ગયો. તેણે પત્નીના પિતાને કહ્યું, “માંરે માંરી પત્નીના ઓરડામાં જવું છે.”