Judges 15:11 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ત્યારે યહૂદિયાના ત્રણ હજાર માણસોએ એટામ ખડકની ગુફામાં જઈને સામસૂનને કહ્યું, "શું તું જાણતો નથી કે પલિસ્તીઓ આપણા પર રાજ કરે છે? આ તેં શું કર્યું?" સામસૂને તેઓને કહ્યું, "તેઓએ જેવું મને કર્યું છે, તેવું મેં તેઓને કર્યું છે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી યહૂદાના આ ત્રણ હજાર માણસોએ એટામના ખડકની ગુફાએ જઈને શિમશોનને કહ્યું, “તને ખબર નથી કે પલિસ્તીઓ આપણા પર રાજ કરે છે? તો તેં અમને આ શું કર્યું?” તેણે જવાબ આપ્યો, “જેવું તેમણે મને કર્યું, તેવું જ મેં તેમને કર્યું છે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યારે યહૂદિયાના ત્રણ હજાર માણસોએ એટામ ખડકની ખોમાં જઈને સામસૂનને કહ્યું, “શું તું જાણતો નથી કે પલિસ્તીઓ અમારા રાજકર્તા છે? તો આ તેં અમને શું કર્યું છે?” તેણે તેઓને કહ્યું, “તેઓએ જેવું મને કર્યું, તેવું મેં તેઓને કર્યું છે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેથી યહૂદાના કુળસમૂહમાંથી ત્રણહજાર માંણસો “એટામ”ના ખડકની ગુફા આગળ ગયા સામસૂનને મળ્યા અને કહ્યું, “તને એટલી ખબર નથી કે અમે પલિસ્તીઓના તાબેદાર છીએ? તે અમને કેવી કફોડી સ્થિતિમાં મૂકી દીધા?” તેણે કહ્યું, “મેં તેઓ સાથે એવોજ વર્તાવ કર્યો, જેવો વર્તાવ તેઓએ માંરી સાથે કર્યો હતો.”