Judges 15:13 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓએ તેને કહ્યું, "ના, અમે માત્ર તને દોરડાથી બાંધીને તેઓના હાથમાં સોંપીશું. અમે વચન આપીએ છીએ કે અમે તને મારી નહિ જ નાખીએ." ત્યારે તેઓએ તેને નવાં બે દોરડાથી બાંધીને તે ખડક પરથી લઈ ગયા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેમણે કહ્યું, “ભલે, અમે માત્ર તને બાંધીને તેમના હાથમાં સોંપી દઈશું. અમે તને મારી નાખીશું નહિ.” તેથી તેઓ તેને નવા દોરડાંથી બાંધીને એ ખડકેથી લઈ આવ્યા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેઓએ તેને કહ્યું, “ના, ના; અમે તને સજડ બાંધીને તેઓના હાથમાં તને સોંપી દઈશું. પણ અમે તારી હત્યા તો નહિ જ કરીએ.” પછી તેઓ બે નવાં દોરડાંથી તેને બાંધીને તે ખડક પરથી તેને લઈ ગયા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેમણે કહ્યું, “અમે તને માંરી નહિ નાખીએ, અમે તો ફકત તને બાંધીને તે લોકોને સોંપી દઈશું.” પછી તેમણે તેને બે નવાં દોરડાં વડે બાંધ્યો અને ગુફામાંથી પાછો લાવ્યા.