Judges 15:19 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ત્યારે ઈશ્વરે લેહીમાં જે ખાડો હતો તેમાં ફાટ પાડી. તેમાંથી પાણી નીકળ્યું. પાણી પીધા પછી તે પાછો શુદ્ધિમાં આવ્યો તેણે તાજગી પ્રાપ્ત કરી. એ માટે તેણે તે જગ્યાનું નામ એન-હકકોર પાડ્યું અને તે આજ સુધી લેહીમાં છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ત્યારે ઈશ્વરે ત્યાં લેહીમાં એક ખાડો પાડયો અને તેમાંથી પાણી નીકળી આવ્યું. શિમશોને તે પાણી પીધું ત્યારે તેને સ્ફૂર્તિ આવી અને તે સ્વસ્થ થવા લાગ્યો. તેથી તે ઝરણાનું નામ એન હાક્કારે (પોકારનારનું ઝરણું) પડયું. આજે પણ તે ત્યાં લેહીમાં હયાત છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યારે લેહીમાં એક ખાડો છે તેમાં ઈશ્વરે ફાટ પાડી, ને તેમાંથી પાણી નીકળ્યું; અને પીધા પછી તે પાછો શુદ્ધિમાં આવ્યો, ને સાવચેત થયો; માટે તેણે તે જગાનું નામ એન-હાકકોરે પાડ્યું, તે આજ સુધી લોહીમાં છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્યારે દેવ ત્યાં લેહીની ધરતીમાં એક ખાડો પાડયો, અને તેમાંથી એકદમ પાણી બહાર આવ્યું, તે પીધા પછી સામસૂન તાજો થયો અને તે જગ્યાનું નામ તેણે એન-હાક્કોરે પાડયું, આજે પણ એ ઝરણું લેહીમાં છે.