Judges 15:2 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેના પિતાએ કહ્યું, "મને નિશ્ચે લાગ્યું કે તું તેને ધિક્કારે છે, તેથી મેં તેને તારા મિત્રને આપી દીધી. તેની નાની બહેન શું તેના કરતા વધારે સુંદર નથી? તેના બદલે તેને લે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પણ તેણે તેને અંદર જવા દીધો નહિ. તેણે શિમશોનને કહ્યું, “મને તો ખરેખર એમ લાગ્યું કે તું તેને ધિક્કારે છે, તેથી મેં તારા મિત્ર સાથે તેનાં લગ્ન કરાવી દીધાં છે. પણ એની નાની બહેન એના કરતાંયે સુંદર છે, એને બદલે, તું તેને લઈ જા.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેના પિતાએ તેને કહ્યું, “મને ખરેખર એમ લાગ્યું કે, તું તેને તદ્દન ધિક્કારે છે; માટે મેં તારા સાથીને તેને આપી દીધી. શું તેની નાની બહેન તેના કરતાં સુંદર નથી? કૃપા કરીને તેને બદલે એને લે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેણે સ્પષ્ટ રીતે કહ્યું, “મને જાણવા મળ્યું છે કે તું તેને જરાય પસંદ કરતો નથી અને ચાહતો નથી. તેથી મેં તેને તારા મિત્ર સાથે પરણાવી દીધી. પણ એની નાની બહેન એના કરતાંય વધુ સારી છે, એને બદલે તું તેને લઈ જા.”