Judges 16:13 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
દલિલાએ સામસૂનને કહ્યું, "અત્યાર સુધી તેં મને છેતરીને મને જૂઠી વાતો કહી છે. હવે અમને કહે કે કેવી રીતે અમે તને હરાવી શકીએ?" સામસૂને તેને કહ્યું, "જો તું મારા માથાના વાળની સાત લટો તાણાની સાથે વણે તો હું અન્ય માણસો જેવો થઈ જઈશ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
દલીલાએ શિમશોનને કહ્યું, “તમે હજી મને છેતરી રહ્યા છો અને સાચું કહેતા નથી. તમને કેવી રીતે બાંધી શકાય તે કહો.” તેણે તેને કહ્યું, “જો તું મારા વાળની સાત લટોને હાથશાળના તાણા વડે ગૂંથે અને તેમને એક ખીલા વડે તાણીને બાંધી દે તો મારું બળ ચાલ્યું જાય અને હું એક સામાન્ય માણસ જેવો બની જઉં.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યારે દલિલાએ સામસૂનને કહ્યું, “તેં અત્યાર સુધી મારી મશ્કરી કરી છે, ને મને જૂઠી જ વાતો કહી છે. તું શા વડે બંધાઈ શકે તે મને કહે.” સામસૂને તેને કહ્યું, “જો તું મારા માથાની સાત લટો થાનની સાથે વણે તો.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્યારે દલીલાહે સામસૂનને કહ્યું, “અત્યાર સુધી તમે માંરી હાંસી ઉડાવી અને મને ખોટું કહ્યું, પણ હવે મને કહો, માંરે જો તમને બાંધવા હોય તો માંરે કેવી રીતે કરવું?” સામસૂને કહ્યું, “જો તું માંરા માંથાના વાળની સાત લટોને સાળનો ઊપયોગ કરી તેની સાથે ગૂંથી લે અને મને ખીલીથી જકડી દે, તો હું કોઈ પણ બીજા માંણસ જેવો જ દૂર્બળ થઈ જાઉં,” તેથી તેણે તેને ઊંધાડી દીધો.