Judges 16:15 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેણે તેને કહ્યું, "તું મને કેવી રીતે કહી શકે કે, હું તને પ્રેમ કરું છું, કેમ કે તું મને તારી હર્દયની વાતો તો જણાવતો નથી? આ ત્રણવાર તેં મારી મશ્કરી કરી છે અને તારું મહાબળ શામાં રહેલું છે તે મને કહ્યું નથી."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી તેણે તેને કહ્યું, “તમને મારામાં ભરોસો જ નથી તો પછી મારા પર પ્રેમ કરો છે એમ શી રીતે કહેવાય? તમે મને ત્રણ ત્રણ વાર છેતરી છે, અને તમને ક્યાંથી બળ પ્રાપ્ત થાય છે તે મને હજી જણાવ્યું નથી.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યારે તેણે તેને કહ્યું, “તારું દિલ મારા પર નથી, છતાં તું એમ કેમ કહી શકે કે હું તારા પર હેત રાખું છું? આ ત્રણ વાર તેં મારી મશ્કરી કરી છે, ને તારું મહાબળ શામાં રહેલું છે તે મને કહ્યું નથી.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આથી દલીલાહે તેને ઠપકો આપતાં કહ્યું, “જો તને માંરામાં વિશ્વાસ ના હોય તો તું કેવી રીતે કહી શકે કે તું મને પ્રેમ કરે છે? આ ત્રીજી વાર તે માંરી હાંસી ઉડાવી, અને હજુ સુધી તમે મને બતાવ્યું નથી કે આટલી બધી તાકાત તમાંરામાં શાથી છે?”