Judges 16:18 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જયારે દલિલા સમજી કે તેણે પોતાનું દિલ મારી આગળ પૂરેપૂરું ખોલ્યું છે, ત્યારે તેણે પલિસ્તીઓના શાસકોને તેડી મંગાવ્યા અને કહ્યું, "આ એક વાર આવો, કેમ કે તેણે મને સઘળું કહ્યું છે." ત્યારે પલિસ્તીઓના શાસકો ચાંદીના સિક્કા લઈને તેની પાસે આવ્યા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
દલીલાને ખ્યાલ આવી ગયો કે તેણે તેને સાચી વાત જણાવી દીધી છે. તેથી તેણે પલિસ્તીયાના રાજાઓને સંદેશો મોકલ્યો, “હવે એક વધુ વખત આવી જાઓ. તેણે મને સાચી વાત કહી દીધી છે.” પછી તેઓ પોતાની સાથે પૈસા લઈને આવ્યા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જ્યારે દલિલાએ જોયું કે તેણે પોતાનું દિલ મારી આગળ પૂરેપૂરું ખોલ્યું છે. ત્યારે તેણે પલિસ્તીઓના સરદારોને તેડી મંગાવીને કહ્યું, “તમે આ એક વાર આવો, કેમ કે તેણે પોતાનું દિલ મારી આગળ પૂરેપૂરું ખોલી દીધું છે.” ત્યારે પલિસ્તીઓના સરદારો હાથમાં પૈસા લઈને તેની પાસે આવ્યા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
દલીલાહને લાગ્યું કે આખરે તેણે તેને સાચું કહ્યું હતું, આથી તેણે પલિસ્તી સરદારોને તેડવા માંણસો મોકલી કહેવડાવ્યું, “હવે આ વખતે છેલ્લી વાર તમે સૌ આવો. કારણ કે છેવટે તેણે મને પોતાની સાચી શક્તિના રહસ્ય વિશે મને કહ્યું છે.” આથી પલિસ્તી આગેવાનો તેઓની સાથે નાણાં લઈને આવ્યા.