Judges 16:19 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેણે સામસૂનને પોતાના ખોળામાં સુવાડ્યો. અને સુવડાવી દીધો. એક માણસને બોલાવીને તેના માથાની સાત લટો કાપી નાખી, પછી દલિલા સામસૂનને હેરાન કરવા લાગી, કારણ કે તેનામાંથી તેનું બળ જતું રહ્યું હતું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
દલીલાએ શિમશોનને થાબડીને ખોળામાં સુવાડી દીધો અને પછી એક માણસને બોલાવ્યો, જેણે તેના વાળની લટો કાપી નાખી. પછી દલીલા તેને હેરાન કરવા લાગી. કારણ, તેનામાંથી તેનું બળ ચાલ્યું ગયું હતું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેણે તેને પોતાના ખોળામાં સુવાડીને ઊંઘમાં નાખ્યો; પછી એક માણસને બોલાવીને તેણે તેના માથાની સાતે લટો બોડાવી નાખી. અને તે તેને હેરાન કરવા લાગી, ને તેનામાંથી બળ જતું રહ્યું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
દલીલાહે સામસૂનને પોતાના ખોળામાં ઊધાડી દીધો અને એક માંણસને બોલાવી તેના વાળની સાત લટો બોડાવી નખાવી; આ રીતે દલીલાહે તેને નિર્બળ બનાવી દીધો અને તેની તાકાત તેને છોડી ચાલી ગઈ.