Judges 16:21 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પલિસ્તીઓએ તેને પકડીને તેની આંખો ફોડી નાખી. તેઓ તેને ગાઝામાં લાવ્યા અને તેને કાંસાની બેડીઓ પહેરાવી. તેની પાસે બંદીખાનામાં ચક્કી પિસાવી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પલિસ્તીઓએ તેને પકડયો અને તેની આંખો ફોડી નાખી. તેઓ તેને તાંબાની સાંકળોએ બાંધીને ગાઝા લઈ ગયા અને કેદમાં પૂરીને તેને ઘંટીએ દળવા બેસાડયો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યારે પલિસ્તીઓએ તેને પકડીને તેની આંખો ફોડી નાખી; અને તેઓએ તેને ગાઝામાં લાવીને પિત્તળની બેડીઓ પહેરાવી. અને તે બંદીખાનામાં દળતો હતો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પલિસ્તીઓએ તેને પકડી લીધો અને તેની આંખો કાઢી નાખી, અને તેને ગાઝા લઈ ગયા, ત્યાં તેને પિત્તળની સાંકળોથી બાંધીને કેદખાનામાં અનાજ દળવાનું કામ સોંપવામાં આવ્યું.