Judges 16:24 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જયારે લોકોએ તેને જોયો, ત્યારે તેઓએ પોતાના દેવની સ્તુતિ કરી; કેમ કે તેઓએ કહ્યું, "અમારા દેવે અમારા શત્રુને હરાવ્યો છે અને અમને સોંપ્યો છે. તેણે અમારામાંથી ઘણાંને મારી નાખ્યા છે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેઓ ખૂબ આનંદમાં આવી ગયા હતા અને તેમણે કહ્યું, “શિમશોનને બોલાવો કે આપણે તેનો તમાશો જોઈએ!” તેઓ તેને જેલમાંથી બહાર કાઢી લાવ્યા અને તેની પાસે તમાશો કરાવ્યો, અને તેને બે થાંભલા વચ્ચે ઊભો રાખ્યો. તેને જોઈને લોકો તેમના દેવનાં ગુણગાન ગાવા લાગ્યા, “આપણા દેશને ખેદાનમેદાન કરી મૂકનાર અને આપણા ઘણા લોકોને મારી નાખનાર આપણા શત્રુ પર આપણા દેવે આપણને વિજય પમાડયો છે!”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને લોકોએ તેને જોયો ત્યારે તેઓએ પોતાના દેવની સ્તુતિ કરી; કેમ કે તેઓએ કહ્યું, “અમારો શત્રુ તથા અમારા દેશનો નાશ કરનાર, જેણે અમારામાંના ઘણાને મારી નાખ્યા છે, તેને અમારા દેવે અમારા હાથમાં સોંપી દીધો છે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અને તેને જોઈને તેઓએ તેમના દેવની સ્તુતિ કરી અને કહ્યું, આપણા દેવે આપણા શત્રુને આપણે હવાલે કરી દીધો છે. “જે માંણસે દેશનો નાશ કર્યો, અને જેણે આપણાં લોકોને માંરી નાખ્યા હવે તે આપણા કબજામાં છો!”