Judges 16:26 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જે જુવાને તેનો હાથ પકડ્યો હતો તેને સામસૂને કહ્યું, "જે થાંભલાઓ પર આ ઇમારતનો આધાર રહેલો છે તે મને પકડવા દે, જેથી હું તેનો ટેકો દઈને ઊભો રહું."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પોતાને હાથ પકડીને દોરી જનાર છોકરાને શિમશોને કહ્યું, “આ મકાનનો જેના પર આધાર છે એ થાંભલાઓને મને અડકવા દે. મારે તેમનો ટેકો લેવો છે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જે જુવાને તેનો હાથ પકડયો હતો તેને સામસૂને કહ્યું, “જે થાંભલાઓ પર ઘરનો આધાર રહેલો છે તે મને ફંફોસી કાઢવા દે કે, હું તેઓને અઢેલીને ઊભો રહું.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
સામસૂને જે છોકરાએ તેનો હાથ પકડી રાખ્યો હતો, તેને કહ્યું, “મને એવી રીતે ઊભો રાખ કે મંદિરના મુખ્ય થાંભલાને હું અડી શકું, જેથી હું તેને અઢેલી આરામ કરી શકું.”