Judges 16:27 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હવે તે ઇમારત તો પુરુષોથી તથા સ્ત્રીઓથી ભરેલું હતું. અને પલિસ્તીઓના સર્વ શાસકો ત્યાં હતા. જયારે સામસૂન તેઓને મનોરંજન કરાવતો હતો, ત્યારે અગાસી ઉપર તેને જોનારા પુરુષ તથા સ્ત્રીઓ મળીને આશરે ત્રણ હજાર માણસો હતાં.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મકાન તો સ્ત્રીપુરુષોથી ચિક્કાર હતું. પેલા પાંચેય પલિસ્તી રાજાઓ ત્યાં જ હતા. મકાનના ધાબા પરથી આશરે ત્રણેક હજાર સ્ત્રીપુરુષો શિમશોનનો તમાશો જોઈ રહ્યા હતા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હવે તે ઘર તો પુરુષોથી તથા સ્‍ત્રીઓથી ચિકાર હતું. પલિસ્તીઓના સર્વ સરદારો ત્યાં હતા; અને સામસૂન તમાશો કરતો હતો ત્યારે તેને જોનારાં, પુરુષો તથા સ્‍ત્રીઓ મળીને, આશરે ત્રણ હજાર માણસો ધાબા ઉપર હતાં.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મંદિર સ્ત્રી-પુરુષોથી ખીચોખીચ ભરેલું હતું. બધા જ પલિસ્તી સરદારો ત્યાં હાજર હતાં. અને આશરે 3,000 સ્ત્રી પુરુષો ધાબા ઉપરથી સામસૂનના ખેલ જોતાં હતાં,