Judges 16:28 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
સામસૂને ઈશ્વરને યાદ કરીને કહ્યું, "પ્રભુ, ઈશ્વર, મને સ્મરણમાં લો, કૃપા કરીને આટલી એક વાર મને સામર્થ્યવાન કરો, કે જેથી હું મારી બન્ને આંખો ફોડ્યાનું સામટું વેર પલિસ્તીઓ પર વાળી શકું."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી શિમશોને પ્રાર્થના કરી, “હે પ્રભુ પરમેશ્વર, મને સંભારો. હે ઈશ્વર, મને આટલી એક વાર બળ આપો કે મારી બે આંખો ફોડી નાખવાના બદલામાં હું પલિસ્તીઓ પર એક સામટું વેર વાળું.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યારે સામસૂને યહોવાની પ્રાર્થના કરી, “ઓ ઈશ્વર યહોવા, કૃપા કરીને મને સંભારો. હે ઈશ્વર, કૃપા કરીને આ એક જ વાર મને બળવાન કરો કે, હું મારી બન્‍ને આંખો [લીધા] નું સામટું વેર પલિસ્તીઓ પર વાળી શકું.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી સામસૂને યહોવાને પોકાર કરીને કહ્યું, “ઓ સર્વસમર્થ યહોવા, મને સાંભળો, અને આ છેલ્લી વાર મને શક્તિ આપો કે જેથી હું માંરી આંખો માંટે પલિસ્તીઓ ઉપર બદલો લઈ શકું.”