Judges 16:31 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી તેના ભાઈ તથા તેનાં બધા કુટુંબીજનો સર્વ ત્યાં આવીને તેને લઈ ગયાં અને સોરા તથા એશ્તાઓલની વચમાં તેના પિતા માનોઆના કબ્રસ્તાનમાં તેના દેહને દફનાવ્યો. સામસૂને વીસ વર્ષ સુધી ઇઝરાયલનો ન્યાય કર્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેના ભાઈઓ અને તેના અન્ય કુટુંબીજનો આવીને તેનો મૃતદેહ લઈ ગયા. તેમણે તેને સોરા અને એશ્તાઓલ વચ્ચે આવેલી તેના પિતા માનોઆહની કબરમાં લઈ જઈને દફનાવ્યો. તે વીસ વર્ષ સુધી ઇઝરાયલમાં ન્યાયાધીશ તરીકે રહ્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પછી તેનાં ભાઈ તથા તેના પિતાના ઘરનાં સર્વ માણસો ત્યાં આવીને તેને લઈ ગયાં, ને સોરા તથા એશ્તાઓલની વચમાં તેના પિતા માનોઆના કબરસ્તાનમાં તેઓએ તેને દાટ્યો. તેણે વીસ વર્ષ સુધી ઇઝરાયલનો ન્યાય કર્યો હતો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછીથી તેના ભાઈઓ અને તેનું આખુ કુટુંબ તેનો મૃતદેહ લેવા માંટે આવ્યાં. તેઓ તેને સોરાહ અને એશ્તાઓલ વચ્ચે આવેલી તેના પિતા માંનોઆહની કબરે લઈ ગયા; તેઓ તેને ત્યાં લઈ ગયા અને તેને દફનાવ્યો, તેણે વીસ વર્ષ સુધી ઈસ્રાએલનો ન્યાય કર્યો હતો.