Judges 17:4 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જયારે તેણે પોતાની માતાને તે સિક્કા પાછા આપ્યાં, ત્યારે તેની માતાએ સિક્કા મૂર્તિ ઘડનારને આપ્યાં, જેણે કોતરેલી મૂર્તિ તથા ધાતુની મૂર્તિ બનાવી અને તે મિખાના ઘરમાં રહી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આમ, તેણે તે પૈસા તેની માને પાછા આપ્યા. તેની માએ તેમાંથી બસો ચાંદીના સિક્કા લઈને સોનીને આપ્યા. સોનીએ લાકડામાંથી કોતરેલી મૂર્તિને ચાંદીથી મઢી લીધી. તેને મિખાના ઘરમાં મૂકવામાં આવી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જ્યારે તેણે પોતાની માને તે રૂપિયા પાછા આપ્યા, ત્યારે તેની માએ બસો રૂપિયા લઈને સોનીને આપ્યા. તેણે તેની એક કોરેલી મૂર્તિ તથા ગાળેલી મૂર્તિ બનાવી. અને તે મિખાના ઘરમાં રહી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી મીખાહે ચાંદીના સિક્કા તેની માંતાને પાછા આપ્યા તેણી 200 શેકેલ લઈને ઝવેરી પાસે ગઈ. તેણે તેમાંથી ધાતુની મૂર્તિ બનાવી અને તે મીખાહે તેના ઘરમાં રાખી.