Judges 17:8 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તે માણસ યહૂદિયાનું બેથલેહેમ છોડીને વસવાટ કરવા માટે જગ્યા શોધવા ચાલી નીકળ્યો અને તે મુસાફરી કરતા એફ્રાઇમના પહાડી દેશમાં મિખાના ઘરે આવી પહોંચ્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
વસવાનું કોઈ બીજું સ્થળ શોધી લેવા તે બેથલેહેમથી નીકળ્યો. મુસાફરી કરતાં કરતાં તે એફ્રાઈમના પહાડીપ્રદેશમાં મિખાને ત્યાં આવ્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તે માણસ જ્યાં [જગા] મળે ત્યાં વસવા માટે તે નગરમાંથી એટલે બેથલેહેમ-યહૂદીયામાંથી ચાલી નીકળ્યો; અને મુસાફરી કરતો કરતો તે એફ્રાઈમના પહાડી પ્રદેશમાં મિખાને ઘેર આવી પહોંચ્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
વસવાટ માંટે બીજી કોઈ સારી જગ્યાની શોધમાં તે બેથલેહેમ છોડીને ફરતા ફરતા એફ્રાઈમના પહાડી પ્રદેશમાં મીખાહને ઘેર આવી ચડયો.