Judges 18:12 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓએ જઈને યહૂદિયામાંના કિર્યાથ-યારીમમાં છાવણી કરી. એ માટે લોકોએ તે જગ્યાનું નામ માહનેહ-દાન પાડયું; તે કિર્યાથ-યારીમની પશ્ચિમમાં છે; તે નામ આજ સુધી રહેલું છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેમણે યહૂદિયાના કિયાર્થ-યઆરીમની પશ્ર્વિમે જઈને છાવણી કરી. એટલા માટે આજે પણ એ સ્થળ ‘માહનેહ-દાન’ (દાનની છાવણી) તરીકે ઓળખાય છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેઓએ જઈને યહૂદિયામાંના કિર્યાથ-યારીમમાં છાવણી કરી. એ માટે તેઓએ તે જગાનું નામ માહનેહ-દાન પાડ્યું, આજ સુધી તે તેનું નામ છે. જુઓ, તે કિર્યાથ-યારીમની પાછળ છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેમણે જઈને યહૂદાના પ્રદેશમાં કિર્યાથ-યઆરીમમાં છાવણી નાખી, તેથી એ જગ્યા આજે પણ દાનની છાવણીને નામે ઓળખાય છે. એ કિર્યાથ-યઆરીમની પશ્ચિમેં આવેલી છે.