Judges 18:14 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી જે પાંચ માણસો લાઈશના દેશની જાસૂસી કરવા ગયા હતા તેઓએ તેઓના સંબંધીઓને કહ્યું, "શું તમે જાણો છો કે આ ઘરોમાં એફોદ, તરાફીમ, કોતરેલી મૂર્તિ તથા ગાળેલી મૂર્તિ છે? હવે તમે નિર્ણય કરો કે શું કરવું."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી લાઈશની આસપાસના પ્રદેશમાં જાસૂસી કરવા ગયેલા પેલા પાંચ માણસોએ તેમના સાથીદારોને કહ્યું, “અહીં એક ઘરમાં ચાંદીએ મઢેલી એક લાકડાની કોતરેલી મૂર્તિ છે એ તમે જાણો છો? ત્યાં બીજી મૂર્તિઓ તથા એફોદ પણ છે. એમનું આપણે શું કરવું? એ વિષે તમારો શો મત છે?”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જે પાંચ માણસ લાઈશના દેશની બાતમી કાઢવા ગયા હતા, તેઓએ પોતાના ભાઈઓને કહ્યું, “તમે જાણો છો કે, આ ઘરોમાં એફોદ તથા તરાફીમ તથા કોરેલી મૂર્તિ તથા ગાળેલી મૂર્તિ છે? હવે તમારે શું કરવું તેનો વિચાર કરો.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આ પાંચ જણ જેઓ “લાઈશ” ની આજુબાજુના પ્રદેશમાં લોકો વિશે જાણવા ગયા હતાં તેમણે પોતાના ભાઈઓને કહ્યું, “ત્યાં બધામાંથી એક ઘરમાં ચાંદીની એક મૂર્તિ તથા એક એફ્રોદ અને થોડા ઘરબારના દેવો છે! તમે શું વિચારો છો? આપણે શું કરવું જોઈએ?”