Judges 18:19 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓએ તેને કહ્યું, "છાનો રહે! તારો હાથ તારા મુખ પર મૂક અને અમારી સાથે આવ અને અમારો પિતા તથા યાજકો થા. શું એ વધારે સારું નથી કે તારે એક ઘરના યાજકો થવા કરતાં, ઇઝરાયલના એક કુળના યાજક થવું?"
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેમણે તેને કહ્યું, “શાંત રહે, એક શબ્દ પણ બોલીશ નહિ. અમારી સાથે આવીને અમારો ગુરુ તથા યજ્ઞકાર બન. એક માણસના જ કુટુંબના યજ્ઞકાર બનવા કરતાં ઇઝરાયલીઓના એક આખા કુળના યજ્ઞકાર થવું તારે માટે સારું નથી?”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેઓએ તેને કહ્યું, ‘ચૂપ રહે, તારા મુખ પર તારો હાથ મૂક, ને અમારી સાથે આવીને અમારો પિતા તથા પુરોહિત થા. એક માણસના ઘરના પુરોહિત થા. એક માણસના ઘરના પુરોહિત થવું તે સારું છે કે, ઇઝરાયલના એક કુળના તથા કુટુંબના પુરોહિત થવું તે સારું છે?”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્યારે તેઓએ કહ્યું, “ચૂપ રહો! એક શબ્દ પણ બોલશો નહિ, અમાંરી સાથે ચાલો અને અમાંરા કુળના યાજક અને અગ્રણીનું સ્થાન અમાંરે માંટે લો. ફક્ત એક જણના યાજક થવું તે સારું કે પછી સમગ્ર ઈસ્રાએલી કુળસમૂહના યાજક થવું તે સારું?”