Judges 18:24 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેણે કહ્યું, "મેં બનાવેલા દેવોને તમે ચોરી લીધા છે અને યાજકને પણ લઈ જઈ રહ્યા છો. બીજું શું બાકી રહ્યું છે? તેમ છતાં તમે મને કેમ પૂછી રહ્યા છો, કે 'તને શો સંતાપ છે?'"
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મિખાએ જવાબ આપ્યો, “તમે મારા યજ્ઞકારને અને મારા બનાવેલા દેવોને તો લઈ ચાલ્યા છો, પછી મારી પાસે રહ્યું શું? અને છતાં તમે પાછા એમ પૂછો છો કે, ‘શું છે?”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેણે કહ્યું, “તમે મારા પોતાના બનાવેલા દેવોને તથા પુરોહિતને લઈને ચાલ્યા ગયા છો, હવે મારી પાસે બીજું શું રહ્યું છે? એમ છતાં તમે મને કેમ પૂછો કે, તને શું નુકશાન થયું છે?”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મીખાહે ગુસ્સામાં કહ્યું, “મેં માંરા માંટે બનાવડાવેલી મૂર્તિને અને યાજકને લઈને તમે રસ્તે પડયા છો, પછી માંરી પાસે રહ્યું શું અને પાછા ઉપરથી પૂછો છો કે, શું છે?”