Judges 18:27 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મિખાએ જે બનાવ્યું હતું તે દાનના લોકોએ લઈ લીધું, તેની સાથે તેના યાજકોને પણ લાઈશમાં આવ્યાં, ત્યાં લોકો નિર્ભય તથા સુરક્ષિત હતા, તેઓએ તેઓને તરવારથી મારી નાખ્યા અને નગરને બાળી નાખ્યું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
દાનવંશીઓ મિખાએ બનાવેલા દેવોને તથા તેના યજ્ઞકારને લઈ ગયા ત્યાર પછી તેમણે લાઈશ પર એટલે તેના શાંતિપ્રિય અને નિશ્ર્વિંત લોકો પર હુમલો કર્યો. તેમણે તે નગરમાં ક્તલ ચલાવી અને તેને આગ ચાંપી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેઓ મિખાની બનાવેલી વસ્તુઓ તથા તેના પુરોહિતને લઈને લાઇશમાં આવ્યા, ત્યાં લોકો શાંતિથી નિશ્ચિતપણે રહેતા હતા. તેઓએ તેઓને તરવારથી મારી નાખ્યા; અને તેઓએ નગરને આગથી બાળી નાખ્યું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્યાર પછી દાન કુળસમૂહના લોકોએ મૂર્તિઓ અને યાજકને “લાઈશ” નામના સ્થળે લઈ ગયા જ્યાં શાંતિમય અને શંકારહિત લોકો હતાં. તેઓ નગરની અંદર ગયા અને સર્વ લોકોની તેઓની તરવારથી હત્યા કરી અને તેને બાળી નાખ્યા.