Judges 18:28 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ત્યાં તેઓને છોડાવનાર કોઈ નહોતું, કેમ કે સિદોનથી તે ઘણું દૂર હતું અને તેઓને કોઈની સાથે કશો વ્યવહાર ન હતો. બેથ-રહોબ પાસેની ખીણમાં તે આવેલું હતું. અને ત્યાં રહ્યા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેમની વહારે આવનાર કોઈ નહોતું. કારણ, તે સિદોનથી ઘણે દૂર હતું અને બીજા લોકો સાથે તેમને કંઈ વ્યવહાર નહોતો. બેથ-રહોબ જે ખીણમાં હતું તે જ ખીણમાં તે નગર હતું. દાનવંશીઓએ તે નગરને ફરી બાંધ્યું અને ત્યાં જ વસવાટ કર્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેની વહારે ચઢનાર કોઈ નહોતું. કેમ કે સિદોનથી તે આઘું હતું, ને તેઓને કોઈની સાથે કંઈ પણ વ્યવહાર ન હતો. બેથ-રહોબની પાસેની ખીણમાં એ આવેલું હતું. અને તેઓ નગર બાંધીને ત્યાં વસ્યા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્યાં એ લોકોને મદદ કરે એવું કોઈ ન હતું. કારણ કે તેઓ નગર સિદોનથી ધણા દૂર હતા અને તેઓને અરામના લોકો સાથે કોઈ સંબધ નહોતો, લાઈશ એ બેથ-રહોબના એક ભાગમાં ખીણમાં આવેલું હતું. દાનકુળસમહોએ ફરી તે નગર બાંધવાનું શરૂ કર્યુ અને ત્યાં વસવાટ કર્યો.