Judges 18:30 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
દાનના લોકોએ પોતાને માટે કોતરેલી મૂર્તિની પ્રતિષ્ઠા કરી, અને દેશની ગુલામગીરીના દિવસ સુધી મૂસાના દીકરા ગેર્શોમનો દીકરો યોનાથાન તથા તેના પુત્રો દાન કુળના યાજકો હતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
દાનવંશીઓએ પૂજા કરવા માટે એક મૂર્તિ સ્થાપી અને મોશેના પુત્ર ગેર્શોમનો પુત્ર યોનાથાન દાનવંશીઓના યજ્ઞકાર તરીકે સેવા આપતો હતો. લોકોનો દેશનિકાલ થયો તે સમય સુધી યોનાથાનના વંશજો દાનવંશીઓના યજ્ઞકાર તરીકે કામ કરતા રહ્યા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને દાનપુત્રોએ પોતાને માટે તે કોરેલી મૂર્તિની પ્રતિષ્ઠા કરી; અને દેશની ગુલામગીરીના દિવસ સુધી મૂસાના દીકરા ગેર્શોમનો દીકરો યોનાથાન તથા તેના પુત્રો દાનકુળના પુરોહિત હતા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
દાનકુળસમૂહોએ પેલી મૂર્તિઓ લઈ અને તેઓની પ્રતિષ્ઠા કરી યોનાથાન ગેર્શોમનો પુત્ર, તથા મૂસાનો પૌત્ર હતો અને તેના પુત્રો દેશ, બંદીવાન થયો ત્યાં સુધી દાન કુળસમૂહના યાજક બની રહ્યાં.