Judges 19:16 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પણ ત્યારે એક વૃદ્ધ માણસ ખેતરમાં કામ કરીને સાંજે પાછો આવતો હતો. તે એફ્રાઇમના પહાડી પ્રદેશનો લેવી હતો. થોડા સમય માટે ગિબયામાં આવ્યો હતો. પણ તે જગ્યાએ જે લોકો રહેતા હતા તેઓ તો બિન્યામીનીઓ હતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેઓ ત્યાં બેઠાં હતાં તેવામાં પોતાનું દિવસભરનું કામ પૂરું કરીને એક વૃદ્ધ માણસ ખેતરમાંથી આવ્યો. આમ તો તે મૂળ એફ્રાઈમના પહાડીપ્રદેશનો રહેવાસી હતો, પણ અત્યારે ગિબ્યામાં રહેતો હતો. ગિબ્યામાં બાકીના લોકો તો બિન્યામીનના કુળના હતા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને જુઓ, એક વૃદ્ધ માણસ ખેતરમાંથી કામ કરીને સાંજે આવતો હતો. તે એફ્રાઈમના પહાડી પ્રદેશનો હતો, અને તે ગિબયામાં આવી વસેલો હતો. પણ એ જગાના લોક તો બિન્યામીની હતા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એવામાં જ્યારે સાંજ પડી, એક વૃદ્ધ માંણસ તે માંર્ગે પસાર થયો, તે તેના ખેતરથી કામ કરીને ઘેર પાછો ફરતો હતો. તે એફ્રાઈમના પહાડી પ્રદેશનો વતની હતો. અને ગિબયાહ આવ્યો હતો અને ત્યાં રહેતો હતો. તે નગરના લોકો બિન્યામીનકુળસમૂહના હતાં.