Judges 19:17 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તે વૃદ્ધે પોતાની આંખો ઊંચી કરી અને તેણે નગરમાં વટેમાર્ગુઓને રસ્તામાં બેઠેલા જોયા. તે વૃદ્ધ માણસે કહ્યું, "તું ક્યાં જાય છે? તું ક્યાંથી આવ્યો છે?"
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પેલા વૃદ્ધ માણસે નગરચોકમાં એ મુસાફરને જોઈને તેને પૂછયું, “તમે ક્યાંથી આવો છો? ક્યાં જઈ રહ્યા છો?”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેણે નજર ઊંચી કરી તો તે વટેમાર્ગુને નગરના રસ્તામાં [બેઠેલો] જોયો. ત્યારે તે વૃદ્ધ માણસે તેને પૂછયું, “તું ક્યાં જાય છે, અને ક્યાંથી આવ્યો છે?”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેણે નજર કરતાં નગરના ચોકમાં પડાવ નાખેલા મુસાફરને જોયો અને પૂછયું, “તમે કયાંથી આવો છો? ક્યાં જાઓ છો?”