Judges 19:18 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
લેવીએ તેને કહ્યું, "અમે બેથલેહેમ-યહૂદિયાનાં એફ્રાઇમના પહાડી પ્રદેશના પેલે છેડે જઈએ છીએ. હું ત્યાંનો રહેવાસી છું. હું બેથલેહેમ-યહૂદિયામાં ગયો હતો અને હું ઈશ્વરના ઘરે જાઉં છું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
લેવીએ જવાબ આપ્યો, “અમે યહૂદિયાના બેથલેહેમથી આવી રહ્યાં છીએ. હું તો એફ્રાઈમના પહાડીપ્રદેશના છેક છેડાના ભાગમાં વસું છું. અત્યારે અમે પ્રભુના ઘર તરફ જઈ રહ્યાં છીએ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેણે તેને કહ્યું, “અમે બેથલેહેમ-યહૂદિયામાંથી એફ્રાઈમના પહાડી પ્રદેશને પેલે છેડે જઈએ છીએ. હું ત્યાંનો રહેવાસી છું, ને હું બેથલેહેમ-યહૂદિયામાં ગયો હતો; અને હું બેથલેહેમ-યહૂદિયામાં ગયો હતો; અને હું યહોવાના ઘેર જાઉં છું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેણે જવાબ આપ્યો, “યહૂદામાં આવેલા બેથલેહેમથી હું આવું છું, એફ્રાઈમના પહાડી પ્રદેશનો હું વતની છું. હું બેથલેહેમ ગયો હતો અને અત્યારે હું ઘેર પાછો જાઉં છું, પણ કોઈએ અમને રાત ગાળવા માંટે પોતાને ઘેર બોલાવ્યા નથી;