Judges 19:23 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તે ઘરના માલિકે તેઓને બહાર લઈ જઈને તેઓને કહ્યું, "ના, મારા ભાઈઓ, કૃપા કરી આવું ખોટું કામ ના કરો" જ્યાં સુધી આ માણસો મારા ઘરમાં મહેમાન તરીકે છે, ત્યાં સુધી આવો દુરાચાર ના કરો"
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પરંતુ એ વૃદ્ધ માણસે બહાર જઈને તેમને કહ્યું, “ના, મિત્રો, એવું દુષ્ટ અને અનૈતિક કામ કરશો નહિ. કારણ, આ માણસ મારા આશ્રયે આવ્યો છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તે માણસે એટલે ઘરધણીએ તેઓની પાસે બહાર આવીને તેઓને કહ્યું, “મારા ભાઈઓ, એમ નહિ બને, કૃપા કરી એવું દુષ્ટ કૃત્ય ન કરો. એ માણસ મારા ઘરમાં આવ્યો છે તે ધ્યાનમાં લઈને એવી મૂર્ખાઈ ન કરો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેથી ઘરડો માંણસ બહાર આવ્યો. તેણે વિનંતી કરીને કહ્યું, “માંરા ભાઈઓ, આવું પાપ આચરશો નહિ, એ માંરો મહેમાંન છે, આવું મૂર્ખ અને નામોશી ભર્યુ કૃત્ય ન કરશો.