Judges 19:3 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેનો પતિ તેને સમજાવીને પાછી લાવવા માટે ગયો. તેની સાથે નોકર તથા બે ગધેડા હતાં. તેની ઉપપત્નીના પિતાએ તેને જોયો, ત્યારે તે સ્ત્રી તેને પોતાના પિતાના ઘરમાં લાવી. અને તેનો પિતા તેને મળીને ખુશ થયો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એ માણસે તેને પ્રેમપૂર્વક સમજાવીને પાછી લઈ આવવા માટે તેની પાસે જવાનો નિર્ણય કર્યો. તેણે પોતાની સાથે પોતાનો નોકર અને બે ગધેડાં લઈ લીધાં. પેલી યુવતી તેને તેના પિતાના ઘરમાં લઈ ગઈ, અને જ્યારે તેના પિતાએ તેને જોયો ત્યારે તેણે તેનો આનંદથી આવકાર કર્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેને પ્રેમથી સમજાવીને પાછી લાવવા માટે તેનો પતિ ઊઠીને પોતાનો ચાકર તથા બે ગધેડાં સાથે લઈને તેની પાછળ ગયો; અને તે તેને પોતાના પિતાના ઘરમાં લઈ ગઈ. અને તે યુવતીના પિતાએ તેને જોયો ત્યારે તે તેની મુલાકાતથી ખુશ થયો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેનો પતિ તેને સમજાવીને પાછી લાવવા માંટે એક નોકરને અને બે ગધેડાંને લઈને તેની પાછળ ગયો. જ્યારે તે તેને ઘેર પહોંચ્યો ત્યારે તે તેને પોતાના પિતાના ઘેર લઈ ગઈ; જ્યારે તેના પિતાએ તેને જોયો તેને મળીને તેને ખૂબ આનંદ થયો.