Judges 19:30 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જે બધાએ તે જોયું તેઓએ કહ્યું કે, "ઇઝરાયલ લોકો મિસર દેશમાંથી નીકળ્યા તે દિવસથી તે આજ સુધી આવું ભયાનક કૃત્ય કરવામાં કે જોવામાં આવ્યું નથી. એ વિષે વિચાર કરો! મસલત કરો! અમને અભિપ્રાય આપો."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એ જોઈને સૌ બોલી ઊઠયા, “આપણે ક્યારેય આવું સાંભળ્યું નથી! ઇઝરાયલીઓ ઈજિપ્તમાંથી નીકળી આવ્યા ત્યારથી કદી આવ્યું બન્યું નથી! આનું કંઈક કરવું જોઈએ! પણ શું કરવું?”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને એમ થયું કે, જેઓએ તે જોયું, તે બધાએ કહ્યું, “ઇઝરાયલી લોકો મિસર દેશમાંથી નીકળ્યા ત્યારથી તે આજ સુધી આવું કૃત્ય કરવામાં કે જોવામાં આવ્યું નથી. એ વિષે વિચાર કરો, મસલત કરો; ને અભિપ્રાય આપો.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી એવું બન્યું કે જેમણે જેમણે એ જોયું તેમણે કહ્યું, “ઈસ્રાએલે મિસર છોડયું ત્યારથી આજ સુધી આવો ભયંકર ગુન્હો કદી નજરે ચડયો નથી. માંટે આનો વિચાર કરો, ચર્ચા કરો અને મને નિર્ણય જણાવો.”