Judges 19:8 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પાંચમા દિવસે વિદાય થવા માટે તે વહેલો ઊઠ્યો, પણ છોકરીના પિતાએ કહ્યું, "પોતાને બળવાન કર અને બપોર સુધી રહી જા." તેથી તેઓ બન્ને જમ્યાં.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પાંચમે દિવસે વહેલી સવારે તે જવા તૈયાર થયો, પણ યુવતીના પિતાએ કહ્યું, “થોડુંક ખાઈ લો તો સારું, અને મોડેથી જજો.” પછી બે માણસો સાથે જમવા બેઠા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પાંચમે દિવસે વિદાયગીરી લેવા માટે તે પરોઢિયે ઊઠ્યો, ત્યારે તે યુવતીના પિતાએ કહ્યું, “કૃપા કરીને તારા મનને શાંત પાડીને દિવસ નમતાં સુધી રહો.” પછી તે બન્‍ને જમ્યાં.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
બીજા દિવસે તે વહેલા ઊઠયો અને તેના સસરાએ કહ્યું, “પહેલાં કાઈ ખાઈ લો, અને પછી થોડા સમય પછી જાઓ.” તેથી તેઓ ખાવા બેઠા મોડી બપોર સુધી તે રહ્યો.