Judges 2:1 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઈશ્વરના દૂતે ગિલ્ગાલથી બોખીમ જઈને કહ્યું, "હું તમને મિસરમાંથી છોડાવીને જે દેશ તમારા પિતૃઓને આપવાને મેં પ્રતિજ્ઞા લીધી હતી તેમાં લાવ્યો છું. મેં કહ્યું હતું કે, 'હું કદીપણ તમારી સાથેનો મારો કરાર રદ કરીશ નહિ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પ્રભુનો દૂત ગિલ્ગાલમાંથી બોખીમમાં આવ્યો. તેણે ઇઝરાયલીઓને કહ્યું, “હું તમને ઇજિપ્તમાંથી કાઢી લાવ્યો, અને તમારા પૂર્વજોને મેં સમપૂર્વક આપેલા વચન પ્રમાણેના દેશમાં હું તમને લાવ્યો છું. મેં કહ્યું, ‘તમારી સાથેનો મારો કરાર હું કદી રદ કરીશ નહિ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
યહોવાનો દૂત ગિલ્ગાલથી બોખીમમાં આવ્યો. અને તેણે કહ્યું, “હું મિસરમાંથી તમને કાઢી લાવ્યો, ને જે દેશ વિષે તમારા પિતૃઓની આગળ મેં પ્રતિ લીધી હતી તે દેશમાં તમને લાવ્યો છું. અને મેં કહ્યું હતું કે, તમારી સાથેનો મારો કરાર હું કદી રદ કરીશ નહિ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એક દિવસ યહોવાએ પોતાના દેવદૂતને ગિલ્ગાલથી બોખીમ મોકલ્યો અને ઈસ્રાએલીઓને કહ્યું, “મેં તમને મિસરમાંથી બહાર કાઢયા છે અને તમાંરા પિતૃઓને મેં વચન આપ્યું હતું તે પ્રમાંણે આ ભૂમિ તમને આપી છે, મેં તમને આપેલું વચન ક્યારેય તોડીશ નહિ,