Judges 2:3 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હવે હું કહું છું, 'હું કનાનીઓને તમારી સામેથી દૂર કરીશ, પણ તેઓ તમારી આજુબાજુ કાંટારૂપ અને તેઓના દેવો તમને ફાંદારૂપ થશે.'"
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી હવે હું એમ કહું છું કે તમારી આગળથી હું આ લોકોને હાંકી કાઢીશ નહિ. તેઓ તમારા શત્રુઓ બની રહેશે અને તમે તેમના દેવોની પૂજાના ફાંદામાં સપડાઈ જશો.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
માટે મેં પણ કહ્યું કે, હું તમારી સામેથી તેઓને હાંકી કાઢીશ નહિ પણ તેઓ તમારી કૂખોમાં [કાંટાંરૂપ] થશે, અને તેઓના દેવો તમને ફાંદારૂપ થઈ પડશે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“તમે માંરા કરારનો ભંગ કર્યો છે તેથી હું તમને કહું છું કે હવે હું આ લોકોને તમાંરી આગળથી હાંકી કાઢીશ નહિ, તેઓ તમાંરી કૂખોમાં કાંટાની જેમ ભોંકાશે અને તેઓના દેવો તમને સતત શત્રુઓની જેમ ફસાવશે.”