Judges 20:15 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
બિન્યામીનના લોકોની સંખ્યા ચૂંટી કાઢેલા સાતસો પુરુષો ઉપરાંત જુદાં જુદાં નગરોમાંથી આવેલા છવ્વીસ હજાર પુરુષોની હતી. તેઓ તરવાર વડે લડનારા નિષ્ણાત લડવૈયા હતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તે દિવસે તેમણે બિન્યામીનના વંશજોમાંથી સૈન્યની જમાવટ કરી તો તેમનાં નગરોમાંથી છવ્વીસ હજાર તલવાર ચલાવનાર સૈનિકો થયા. તે ઉપરાંત ગિબ્યાના નગરજનોએ સાતસો ચુનંદા સૈનિકો એકઠા કર્યા. તેઓ સૌ ડાબોડિયા હતા. તેમનામાંથી પ્રત્યેક જણ ગોફણથી એવો ગોળો મારી શક્તો કે વાળભર નિશાન ચૂકી જતો નહિ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તે દિવસે બિન્યામીનપુત્રોની ગણતરી આ પ્રમાણે થઈ હતી, એટલે ગિબયાના રહેવાસીઓમાંથી ચૂંટી કાઢેલા સાતસો પુરુષો તથા તે ઉપરાંત જુદાં જુદાં નગરોમાંથી આવેલા છવ્વીસ હજાર તરવારિયા પુરુષો થયા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તે દિવસે બિન્યામીન કુળસમૂહે તરવાર સાથેના હથિયારબંધ 26,000 સૈનિકો ભેગા કર્યા હતા. આ સંખ્યામાં ગિબયાહના નગરમાંથી પસંદ કરેલા 700 માંણસોનો સમાંવેશ થતો હતો.