Judges 20:22 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઇઝરાયલના સૈનિકોએ હિંમત રાખીને તેઓએ અગાઉના દિવસની માફક એ જ જગ્યાએ ફરીથી વ્યૂહરચના કરી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી ઇઝરાયલીઓ ભક્તિસ્થાને ગયા અને પ્રભુની સમક્ષ સાંજ સુધી શોક કર્યો. તેમણે તેમને પૂછયું, “અમે અમારા ભાઈઓ એટલે બિન્યામીનીઓ સામે યુદ્ધ કરવા જઈએ?” પ્રભુએ કહ્યું, “હા, તેમના પર હુમલો કરો.” તેથી ઇઝરાયલી સૈન્યમાં હિંમત આવી અને આગલા દિવસે તેમણે જ્યાં મોરચો ગોઠવ્યો હતો ત્યાં જ સૈનિકો ગોઠવ્યા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પણ તે લોકોએ એટલે ઇઝરાયલીઓએ હિંમત રાખીને પહેલે દિવસે જ્યાં તેઓએ વ્યૂહ રચ્યો હતો ત્યાં જ ફરીથી વ્યૂહ રચ્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પરંતુ ઈસ્રાએલી સૈન્યે હાર માંની નહિ, બીજે દિવસે તેઓ લડવા માંટે તૈયાર થયા અને જ્યાં પહેલે દિવસે તેઓ ભેગા થયા હતાં તે જ સ્થળે સાથે ભેગા થયા.