Judges 20:23 — Compare Translations
3 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઇઝરાયલના લોકો ઈશ્વરની સમક્ષતામાં નમ્યાં. અને સાંજ સુધી રડ્યા, તેઓએ ઈશ્વરની સલાહ પૂછી કે, "શું અમે અમારા ભાઈ બિન્યામીનના લોકો સામે ફરી યુદ્ધ કરવાને જઈએ?" અને ઈશ્વરે કહ્યું, "હા, તેમના પર હુમલો કરો!"
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
(અને ઇઝરાયલી લોકો યહોવાની હજૂરમાં જઈને સાંજ સુધી રડ્યા. તેઓએ યહોવાની સલાહ પૂછી, “શું હું મારાભાઈ બિન્યામીનપુત્રોની સામે યુદ્ધ કરવા ફરીથી જાઉં?” અને યહોવાએ કહ્યું, “તેની સામે ચઢાઈ કર.”)
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ઈસ્રાએલીઓએ સાંજ સુધી યહોવા સમક્ષ રૂદન કર્યુ અને તેમને પૂછયું, “શું અમાંરે અમાંરા ભાઈ બિન્યામીન વિરુદ્ધની લડાઈ ચાલુ રાખવી?” યહોવાએ કહ્યું, “યદ્ધે ચઢો.” તેથી ઈસ્રાએલીઓના લશ્કરમાં નવો ઉત્સાહ આવ્યો અને તેમણે આગલા દિવસની જ જગ્યાએ ફરી લશ્કર ગોઠવી દીધું.