Judges 20:28 — Compare Translations
3 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
એલાઝારનો દીકરો (હારુનનો દીકરો) ફીનહાસ તેની સમક્ષ ઊભો હતો. તેણે પૂછ્યું, "શું અમે બિન્યામીનીઓ કે, જે અમારા ભાઈઓ છે તેઓની સામે ફરી યુદ્ધ કરવાને જઈએ કે નહિ?" ઈશ્વરે કહ્યું, "હુમલો કરો" કેમ કે આવતીકાલે હું તેઓને હરાવવામાં તમારી પડખે રહીશ."
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને હારુનના દીકરા એલાઝારનો દીકરો ફીનહાસ તે વખતે તેની સમક્ષ ઊભો રહેતો હતો,) અને કહ્યું, “શું હું હજીએ ફરીથી મારા ભાઈ બિન્યામીનપુત્રો સાથે યુદ્ધ કરવા જાઉં, કે હું બંધ રાખું?” યહોવાએ કહ્યું, “જા, કેમ કે કાલે હું તેને તારા હાથમાં સોંપી દઈશ.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એલઆઝારનો પુત્ર તથા હારુનનો પૌત્ર ફીનહાસ યાજક હતો. ઈસ્રાએલીઓએ યહોવાને પૂછયું, “અમાંરે ફરીથી જઈને અમાંરા ભાઈઓ સામે બિન્યામીનમાં લડાઈ કરવી કે અમાંરે તેઓ સામે લડવાનું બંધ કરવું?” યહોવાએ જવાબ આપ્યો, “જાઓ, કાલે બિન્યામીનને હું તમાંરા હાથમાં સોંપી દઈશ.”