Judges 20:3 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
બિન્યામીનના લોકોને સાંભળવામાં આવ્યું. કે ઇઝરાયલ લોકો મિસ્પામાં ભેગા મળ્યા છે. ઇઝરાયલના લોકોએ પૂછ્યું, "અમને કહો કે, આ અધમ કૃત્ય કેવી રીતે બન્યું?"
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
દરમ્યાનમાં, બિન્યામીનના કુળના લોકોએ સાંભળ્યું કે બાકીના બીજા બધા ઇઝરાયલીઓ મિસ્પામાં એકત્ર થયા છે. ઇઝરાયલીઓએ પૂછયું, “હવે અમને કહો કે આ ગુનાઈત કાર્ય કેવી રીતે થયું?”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
(હવે ઇઝરાયલી લોકો મિસ્પામાં ભેગા થયા છે એ વાત બિન્યામીનપુત્રોએ સાંભળી.) અને ઇઝરાયલીઓએ પૂછ્યું, “આ દુષ્ટ કૃત્ય કેવી રીતે બન્યું તે અમને કહો.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
બિન્યામીનીઓને સમાંચાર મળ્યા હતાં કે ઈસ્રાએલી મિસ્પાહમાં ભેગા થયા છે. ઈસ્રાએલીઓએ પૂછયું, “આ અધમ કૃત્ય કેવી રીતે કરવામાં આવ્યું, તે અમને જણાવો.”