Judges 20:30 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઇઝરાયલના સૈનિકોએ બિન્યામીનના સૈનિકો સામે ત્રીજે દિવસે યુદ્ધ કર્યું અને તેઓએ અગાઉની રીત પ્રમાણે ગિબયાની વિરુદ્ધ વ્યૂહ રચ્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી સતત ત્રીજે દિવસે પણ તેમણે બિન્યામીનના સૈન્ય સામે યુદ્ધ કરવા આગેકૂચ કરી અને પહેલાંની જેમ જ ગિબ્યાની સામે સૈનિકોનો મોરચો ગોઠવ્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્રીજે દિવસે ઇઝરાયલી લોકોએ બિન્યામીનપુત્રો પર ચઢાઈ કરીને ગિબયાની સામે અગાઉની જેમ વ્યૂહ રચ્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી ત્રીજા દિવસે ઈસ્રાએલીઓ બિન્યામીનીઓની સામે આગળ વધ્યા અને પહેલાંની જેમ જ ગિબયાહ આગળ સૈન્ય ગોઠવી દીધું.