Judges 20:31 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
બિન્યામીનના લોકો તેઓની સામે લડ્યા અને તેઓને પાછા હઠાવતા નગરની બહાર કાઢી મૂક્યા. અને તેઓએ અગાઉની જેમ જાહેરમાં ઇઝરાયલના આશરે ત્રીસ માણસોને ખુલ્લાં મેદાનમાં રસ્તાઓમાં મારીને કાપી નાખ્યાં. તે રસ્તાઓમાંનો એક બેથેલમાં જાય છે, બીજો ગિબયામાં જાય છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
બિન્યામીનીઓ લડવા માટે બહાર ધસી આવ્યા અને તેમને નગરથી દૂર ખેંચી જવામાં આવ્યા. પહેલાંની જેમ જ તેમણે ખુલ્લા પ્રદેશમાં બેથેલને રસ્તે તેમ જ ગિબ્યાને રસ્તે ઇઝરાયલીઓની ક્તલ કરી. તેમણે આશરે ત્રીસેક ઇઝરાયલીઓને મારી નાખ્યા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને બિન્યામીનપુત્રો એ લોકો પર ઘડી આવ્યા, ને [તેઓને પાછા હઠાવતા હઠાવતા] નગરથી દૂર ખેંચાયા. અને તેઓએ અગાઉ જેમ ધોરી રસ્તાઓ પર લગભગ ત્રીસ ઇઝરાયલી માણસોને ખુલ્લા મેદાનમાં મારીને કાપી નાખ્યા. તે [રસ્તા] ઓમાંનો એક બેથેલમાં જાય છે, ને બીજો ગિબિયામાં જાય છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
બિન્યામીનનું સૈન્ય હુમલો કરવાને માંટે નગરમાંથી સામે આવ્યું. ઈસ્રાએલીઓએ પીછે હઠ કરી. બિન્યામીનના સૈન્ય તેઓને નગરથી ઘણે દૂર સુધી પીછો કર્યો. પહેલાની જેમ જ તેઓએ બેથેલ સુધી જતા માંર્ગોમાંના એક માંર્ગ પર અને ગિબયાહ તરફના જતા રસ્તા પર ઈસ્રાએલીઓને માંરી નાખવા લાગ્યા અને ખેતરોમાં કુળ મળીને આશરે ત્રીસ માંણસોને માંરી નાખ્યા.