Judges 20:34 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અને સર્વ ઇઝરાયલમાંથી ચૂંટી કાઢેલા દસ હજાર માણસોએ ગિબયા પર હુમલો કર્યો. ત્યાં ભયાનક યુદ્ધ મચ્યું, જો કે બિન્યામીનીઓ જાણતા નહોતા કે હવે તેઓનું આવી બન્યું છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
સમસ્ત ઇઝરાયલમાંથી દશ હજાર ચુનંદા સૈનિકોએ ગિબ્યા પર હુમલો કર્યો, અને ઉગ્ર જંગ ખેલાયો. બિન્યામીનીઓને તો ખ્યાલ પણ ન આવ્યો કે હવે તેમનો ખાતમો બોલી જવાનો છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પછી સર્વ ઇઝરાયલીઓમાંથી ચૂંટી કાઢેલા દશ હજાર માણસોએ ગિબયા પર હલ્લો કર્યો, ને દારુણ યુદ્ધ મચ્યું, પણ બિન્યામીનીઓ જાણતા નહોતા કે હવે અમારું આવી બન્યું છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ઈસ્રાએલના 10,000 પસંદ કરાયેલા માંણસો ગિબયાહ નજીક તેઓના સંતાવાના સ્થાનેથી હુમલો કરવા બહાર આવ્યા તે છતા બિન્યામીન સૈન્યને સમજાયું નહિ કે ઈસ્રાએલ સૈન્યથી તેઓ પર ભયનો આભાસ છે.