Judges 20:35 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઈશ્વરે ઇઝરાયલીઓ સામે બિન્યામીનીઓનો પરાજય કર્યો. અને ઇઝરાયલના સૈનિકોએ તે દિવસે બિન્યામીનના પચીસ હજાર એકસો માણસોનો સંહાર કર્યો. મૃત્યુ પામેલાઓ તલવારબાજીમાં નિપુણ લડવૈયાઓ હતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પ્રભુએ ઇઝરાયલને બિન્યામીનના સૈન્ય પર વિજય પમાડયો. એ દિવસે ઇઝરાયલીઓએ શત્રુના પચ્ચીસ હજાર એક્સો જેટલા તલવારિયા માણસોને મારી નાખ્યા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને યહોવાએ ઇઝરાયલની આગળ બિન્યામીનીઓનો પરાજ્ય કર્યો; અને તે દિવસે ઇઝરાયલી લોકોએ બિન્યામીનના પચ્ચીસ હજાર ને એકસો માણસોનો સંહાર કર્યો; એ બધા તરવારિયા હતા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યહોવાએ બિન્યામીની કુળસમૂહને ઈસ્રાએલીઓને હાથે પરાજય અપાવ્યો અને તે દિવસે 25,100 બિન્યામીની યોદ્ધાઓ માંર્યા ગયા અને તે સર્વે તરવારથી શસ્ત્ર સજજ હતાં.