Judges 20:36 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
બિન્યામીનના સૈનિકોએ જોયું કે તેઓનો પરાજય થયો છે. ઇઝરાયલના માણસોએ બિન્યામીનીઓની આગળથી હઠી ગયા કેમ કે જેઓને તેઓએ ગિબયાની સામે સંતાડી રાખ્યા હતા તેઓના ઉપર તેમનો ભરોસો હતો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
બિન્યામીનીઓને ખ્યાલ આવ્યો કે તેમનો પરાજય થયો છે. ઇઝરાયલી સૈન્યના મુખ્ય દળે બિન્યામીનીઓ આગળ પીછેહઠ કરી, કારણ, ગિબ્યાની આસપાસ સંતાઈ રહેલા માણસો પર તેમનો મદાર હતો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હવે બિન્યામીનપુત્રોએ જોયું કે અમે હાર ખાધી છે; કેમ કે ઇઝરાયલીઓ બિન્યામીનીઓની આગળથી હઠી ગયા, કેમ કે જેઓને તેઓએ ગિબયાની સામે સંતાડી રાખ્યા હતા, તેઓના ઉપર તેમનો ભરોસો હતો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
બિન્યામીનીઓ સમજી ગયા કે પોતાની હાર થઈ છે. ઈસ્રાએલીઓ બિન્યામીની કુળસમૂહથી પાછા હઠી ગયા હતાં કારણકે ગિબયાહની આસપાસ સંતાડી રાખેલા માંણસો ઉપર તેમણે આધાર રાખ્યો હતો.