Judges 20:42 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેથી તેઓ ઇઝરાયલ સૈનિકો સામેથી અરણ્યને માર્ગે ભાગી ગયા. પણ લડાઈ ચાલુ હતી. ઇઝરાયલના સૈનિકો નગરોમાંથી બહાર આવ્યા અને તેઓએ તેઓને મારી નાખ્યા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેમણે ઇઝરાયલીઓ આગળ પીછેહઠ કરી અને ખુલ્લા પ્રદેશ તરફ નાઠા, પણ તેઓ છટકી શક્યા નહિ. તેઓ સૈન્યના મુખ્ય દળના તથા નગરમાંથી બહાર ધસી આવતા માણસોના સકંજામાં આવી પડયા, અને તેમનો સંહાર થયો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
આથી તેઓ ઇઝરાયલીઓ આગળથી પીઠ ફેરવીને અરણ્યને માર્ગે નાઠા, પણ યુદ્ધ તો તેઓની પાછળ લાગુ રહ્યું. અને નગરોમાંથી નીકળેલા માણસોએ તેની મધ્યે તેઓનો સંહાર કર્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેઓ રણ તરફ ભાગ્યા પણ ઈસ્રાએલીઓ તેઓની પાછળ પડયા; અને જે સૈનિકો છુપાઈ રહ્યાં હતાં તેઓ બહાર આવ્યા અને બિન્યામીન કુળસૂમહને માંરવા લાગ્યા, જે બંને સૈન્યની વચ્ચે હતું.