Judges 20:45 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓ પાછા ફરીને અરણ્ય તરફ નાઠા. અને રિમ્મોન ગઢમાં જતા રહ્યા. ઇઝરાયલીઓએ રાજમાર્ગોમાં વિખૂટા પડેલા પાંચ હજારની કતલ કરી. તેઓએ તેઓનો પીછો કરવાનું ચાલુ રાખ્યું અને ગિબિયા સુધી તેનો પીછો કરીને બીજા બે હજાર માણસોનો સંહાર કર્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
બીજા કેટલાક ખુલ્લા પ્રદેશ તરફ વળીને રિમ્મોન ખડક તરફ ગયા. તેમાંથી પાંચ હજારનો તો રસ્તા પર જ સંહાર થયો. ઇઝરાયલીઓએ બાકીના લોકોનો છેક ગિદોમ સુધી પીછો કરીને બે હજારને મારી નાખ્યા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેઓ પાછા ફરીને અરણ્ય તરફ નાઠા ને રિમ્મોન ગઢમાં જતા રહ્યાં; અને તેઓએ રાજમાર્ગમાં વિખૂટા પડી ગયેલા પાંચ હજાર માણસોને કતલ કર્યા. વળી ગિદિયોન સુધી તેમનો પીછો પકડીને તેઓના બીજા બે હજાર માણસોનો સંહાર કર્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
બાકીના સૈનિકો રણમાં રિમ્મોનના કિલ્લા તરફ ભાગી ગયા, ઈસ્રાએલીઓએ રસ્તે જતા 5,000 નો સંહાર કર્યો, અને બાકી રહેલાઓનો ગિદોમ સુધી પીછો કરી તેમાંના બીજા 2,000 માંરી નાખ્યા.