Judges 21:14 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેથી બિન્યામીનીઓ તે જ સમયે તેમની પાસે પાછા આવ્યા અને ઇઝરાયલીઓએ યાબેશ-ગિલ્યાદની જે સ્ત્રીઓને જીવતી રાખી હતી તે તેઓને આપી. પણ તેઓ બધા માટે પૂરતી ન હતી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
બિન્યામીનીઓ પાછા ફર્યા અને તેમના સાથી ઇઝરાયલીઓએ યાબેશ-ગિલ્યાદમાં જીવતી રહેવા દીધેલી કન્યાઓ તેમને આપી. પણ એટલી કન્યાઓ તેમને માટે પૂરતી નહોતી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યારે બિન્યામીનીઓ તેમની પાસે આવ્યા; અને [ઇઝરાયલીઓએ] યાબેશ-ગિલ્યાદની જે સ્‍ત્રીઓને જીવતી રાખી હતી તે તેઓએ તેમને આપી; તોપણ તે બધી તેમને માટે બસ થઈ નહિ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેથી બિન્યામીનના કુળસમૂહ તે વખતે પાછા ફર્યા તેમને યાબેશ-ગિલયાદની જે સ્ત્રીઓને ઈસ્રાએલીઓએ માંરી નાખી હતી તે આપવામાં આવી, પણ તે સર્વ માંટે પત્નીઓ પૂરતા પ્રમાંણમાં નહોતી.