Judges 21:16 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ત્યારે પ્રજાના વડીલોએ કહ્યું, "બાકી રહેલા બિન્યામીનીઓ માટે આપણે પત્નીઓની વ્યવસ્થા કેવી રીતે કરીશું? કેમ કે બિન્યામીનીઓમાંથી તો સ્ત્રીઓનો નાશ કરવામાં આવ્યો છે"
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી સભાના આગેવાનોએ કહ્યું, “બિન્યામીનના કુળના બચી ગયેલા લોકો માટે આપણે ક્યાંથી પત્નીઓ પૂરી પાડીએ? કારણ, બિન્યામીનની સ્ત્રીઓનો તો નાશ થઈ ગયો છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યારે પ્રજાના વડીલોએ કહ્યું, “બિન્યામીનમાંથી તો સ્ત્રીઓનો નાશ કરવામાં આવ્યો છે, તો બાકી રહેલાઓને સ્ત્રીઓ પૂરી પાડવાને આપણે શું કરીશું?”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ઈસ્રાએલના વડીલોએ ચર્ચા કરી. “બાકીના બિન્યામીનીઓને માંટે પત્ની મેળવવા આપણે શું કરીશું? બિન્યામીનીઓની બધી સ્ત્રીઓને તો માંરી નાખવામાં આવી છે.