Judges 21:19 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેથી તેઓએ કહ્યું, "તમે જાણો છો કે દરવર્ષે શીલોમાં ઈશ્વરને માટે પર્વ પાળવામાં આવે છે, (જે શીલો બેથેલની ઉત્તરે, બેથેલથી શખેમ જવાના રાજમાર્ગની પૂર્વ બાજુએ તથા લબોનોનની દક્ષિણે આવેલુ હતું)."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી તેમણે વિચાર કર્યો, “હવે નજીકના સમયમાં જ શીલોમાં પ્રભુનું વાર્ષિક પર્વ આવી રહ્યું છે.” (શીલો તો બેથેલની ઉત્તરે, લબાનોનની દક્ષિણે અને બેથેલ તથા શખેમ વચ્ચેના રસ્તાની પૂર્વ તરફ આવેલું છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પછી તેઓએ કહ્યું, “જુઓ, બેથેલની ઉત્તરે [તથા] બેથેલની શખેમ જવાના રાજમાર્ગની પૂર્વ બાજુએ તથા લબોનની દક્ષિણે આવેલા શીલોમાં વરસોવરસ યહોવાનું એક પર્વ પાળવામાં આવે છે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેઓએ કહ્યું, જુઓ, યહોવા માંટે બેથેલથી શખેમ જવાના મુખ્ય રસ્તાની પૂર્વ તરફ અને બેથેલની ઉપર તરફના નગરમાં અને દક્ષિણ લબોનાહમાં વાર્ષિક ધાર્મિક ઉત્સવ રાખવામાં આવ્યો.”