Judges 21:7 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જેઓ બાકી રહેલા છે તેઓને લગ્ન કરવાને કોણ પત્નીઓ આપશે? કેમ કે આપણે ઈશ્વરની આગળ પ્રતિજ્ઞા લીધી છે કે તેઓને આપણી દીકરીઓ લગ્ન કરવા માટે આપીશું નહિ."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
બિન્યામીનના બચી ગયેલા લોકો માટે આપણે પત્નીઓ ક્યાંથી લાવી આપીશું? આપણે કોઈ પોતાની પુત્રીનું તેમની સાથે લગ્ન નહિ કરાવીએ એવા સોગન આપણે પ્રભુ સમક્ષ ખાધા હતા.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જેઓ બચ્યા છે તેમને પરણાવવા માટે આપણે શું કરીશું? કેમ કે આપણે તો આપણી દીકરીઓ તેમને નહિ પરણાવવાની યહોવાની સમક્ષ પ્રતિજ્ઞા લીધી છે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેથી તેઓ વિચાર કરવા લાગ્યા કે, હવે જે બચ્ચા છે તેઓને માંટે પત્નીઓ મેળવવા આપણે શું કરીશું? કારણ કે યહોવાની સાક્ષીએ આપણે વચન આપ્યું છે કે, અમે અમાંરી પુત્રીઓ તેમને પણાવીશું નહિ.”