Judges 3:20 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
એહૂદ તેની પાસે આવ્યો. રાજા પોતાની રીતે, ઉપરની ઠંડી ઓરડીમાં એકલો બેઠો હતો. એહૂદે તેને કહ્યું, "હું ઈશ્વર તરફથી તારા માટે સંદેશ લાવ્યો છું," રાજા પોતાના આસન પરથી ઊભો થઈ ગયો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
રાજા ઉપલે માળે ઠંડકવાળી ઓરડીમાં બેઠો હતો ત્યારે એહૂદે તેની પાસે જઈને કહ્યું, “મારી પાસે તમારે માટે ઈશ્વર તરફથી સંદેશો છે.” તેથી રાજા ઊભો થયો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને એહૂદ તેની પાસે ગયો. તે પોતાની શીતળ ઓરડીમાં એકલો બેઠો હતો. અને એહૂદે તેને કહ્યું, “હું ઈશ્વર તરફથી તારે માટે કંઈક સંદેશો લાવ્યો છું” એટલે તે પોતાના આસન પરથી ઊઠ્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
રાજા તેના મહેલમાં ઉપલા માંળે આવેલા પોતાના વરંડાના શીતળ ભાગમાં હતો જ્યારે તે એકલો હતો. ત્યારે એહૂદ તેની પાસે ગયો અને તેને ગુપ્ત રીતે કહ્યું, “માંરે આપને દેવનો એક ગુપ્ત સંદેશ આપવાનો છે.” એટલે એગ્લોન પોતાના આસન ઉપરથી ઊભો થઈ ગયો;